મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.
વીરને માતા જોઈએ તો તેની માતા(માતાનું નામ બોલવું)ને તેડાવો માણારાજ,
લાડેકોડે ભાઈ(વરનું નામ બોલવું)ને પરણાવો માણારાજ.
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.
વીરને બાપુ જોઈએ તો બાપુ(પિતાનું નામ બોલવું)ને તેડાવો માણારાજ,
લાડેકોડે દીકરો પરણાવો માણારાજ.
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.
વીરને બેની જોઈએ તો બેની(બહેનનું નામ બોલવું)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરાને પરણાવો માણારાજ.
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.
વીરને બનેવી જોઈએ તો બનેવી(બનેવીનું નામ બોલવું)ને તેડાવો માણારાજ,
લાડેકોડે વીરા(વરનું નામ બોલવું)ને પરણાવો માણારાજ.
મારો માંડવો રઢિયાળો, લીલી પાંદડીએ છવરાવો માણારાજ,
લીલી પીળી માંડવાની છાંય માણારાજ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.