મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ,
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ.
વીરના પિતાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ,
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ,
હોંશો મોભી પરણાવો માણારાજ.
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ,
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ.
વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ,
હોંશે બાંધવ પરણાવો માણારાજ,
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ,
હરખે માંડવડો વધાવો માણારાજ.
વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ,
હોંશે ભાણેજ પરણાવો માણારાજ,
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ,
હરખે માંડવડો વધાવો માણારાજ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.