કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે (2)
જાનમાં તો આવ્યા મુનશી, એને બેસવા જોશે ખુરશી,
રેશમની ઝૂલવાળી ઝૂલવાળી રે.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યા મોટા, દૂધે ભરી લાવો લોટા,
એલચી ને કેસરવાળા કેસરવાળા રે.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યાં શેઠિયા, એને બેસવા જોશે તકિયા,
રેશમની ઝૂલવાળા ઝૂલવાળા રે.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
જાનમાં તો આવ્યાં ગોરા, વેવાણ તમે આવો ઓરા,
જાનમાં તો આવ્યાં બોરા, વેવાણ તમે લાવો દોરા,
સોનાના ઢાળવાળા ઢાળવાળા રે.
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં