મારા નખના પરવાળા જેવી ચૂંદડી,
મારી ચૂંદડીનો રંગ રાતો હો લાડલી,
ઓઢોને સાહેબજાદી ચૂંદડી.
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી,
મારા દાદાજી દેખે માતાજી દેખે,
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી.
તમારા દાદાના તેડ્યા અમે આવશું,
તમારી માતાના મન મોહશે હો લાડલી,
ઓઢોને લાડકવાયી ચૂંદડી.
હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી,
મારા વીરોજી દેખે ભાભી દેખે,
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી.
તમારા વીરાના તેડ્યા અમે આવશું,
તમારી ભાભીના ગુણલા ગાશું હો લાડલી,
ઓઢોને સાહેબજાદી ચૂંદડી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.