લાંબી તે લાંબી સરોવરિયાની પાળ,
આ.. હે એ પાળે તે મોતી નીપજે રે.
મોતી તે લાગ્યું વર(વરનું નામ બોલવું)ને હાથ,
આ.. હે ઘેરે રે આવીને ઝઘડો માંડિયો રે.
દાદા તે મોરા મુજને પરણાવો,
આ.. હે મુજને પરણ્યાની દાદા હોંશ ઘણી.
ખરચું તો ખરચું લાખ શું બે લાખ,
આ.. હે મોભીને પરણાવું ઘણી હોંશથી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં