કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,
દાદા મોરા એ વર પરણાવ, એ વર છે વેવારિયો રે.
ગગી મોરી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારા મન મોહ્યા રે,
રમતો’તો બહોળી બજાર, દડૂલે મારા મન મોહ્યા રે.
કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,
વીરા મોરા એ વર જોશે, એ વર છે વેવારિયો રે.
બેની મારી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારા મન મોહ્યા રે,
ભણતો’તો ભટની નિશાળે, અક્ષરે મારા મન મોહ્યા રે.
કુંવરી ચડી રે કમાડ, સુંદર વરને નીરખવા રે,
કાકા મોરા એ વર જોજો, એ વર છે વેવારિયો રે.
ભત્રીજી મોરી ક્યાં તમે દીઠાં, ને ક્યાં તમારાં મન મોહ્યા રે,
જમતો’તો સોનાને થાળે, કોળિયે મારા મન મોહ્યા રે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.