Home » GL Community
13 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાતીલેક્સિકનની જાહેર લોકાર્પણ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ સભાના પ્રમુખ ધીરુબહેન પટેલ હતા. આજે 2015ની 13 જાન્યુઆરીના દિવસે ગુજરાતીલેક્સિકન તેની સફરના 9 વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ દિવસે ગુજરાતીલેક્સિકનના સ્થાપક શ્રી રતિલાલ ચંદરયાની સ્મૃતિમાં 'રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા'નું આયોજન કરવામાં આવ્યું છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.