Home » GL Community
પ્રભાતનાં સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાયા. રજનીની વિદાય સાથે ઉષાનું આગમન થયું. એક નવી સવાર. શહેર આખું રજાની બે દિવસની આળસ મરડી ઊભું થયું. જે લોકો નોકરી કરતાં હતાં એ લોકો પોતપોતાને કામે જવા દોડાદોડી કરવા લાગ્યાં અને બાકીનાં ઘરનાં કામમાં જોતરાઈ ગયાં. ઉષાના કિરણો સાગર પર પડતાં એક નયનરમ્ય દ્રશ્ય સરજાઈ ગયું પણ […]
મારી ચાવી થી દરવાજો ખોલી હું અંદર આવી. હોસ્પિટલમાં મમ્મીની હાલત મારાથી જોવાતી નહોતી. પપ્પા હજુ હોસ્પિટલમાં મમ્મી પાસે જ હતા. મૌલિક અમેરિકાથી આવ્યો નહોતો. મારે પણ મમ્મી પાસે જ રહેવું હતું પણ પછી ઘર નું ધ્યાન રાખવાનું હતું ને ! ઘરનું કે… પછી… પપ્પાએ શિખામણોનું પોટલું બાંધીને મને ઘરે મોકલી દીધી. હજુ તો […]
“એક્સ્ક્યુઝ મી” જાણે રૂપાની ઘંટડીનો રણકાર થયો. “યે….” સ્વપ્નીલે અવાજની દિશામાં ફરીને જરા સ્ટાઈલથી બોલતા કહ્યું અને સ…. ગળામાં જ અટકી ગયો. “આખા પાર્કીંગમાં ક્યાંય જગ્યા નથી આજે મારો કોલેજમાં પહેલો દિવસ છે ને મને મોડું થઈ ગયું છે જો તમે થોડાં ખસો તો હું મારી સ્કૂટી પાર્ક કરી શકું.” રૂપ રૂપનાં […]
આભાસ રાતભર વરસીને વરસાદે થોડો વિસામો લીધો. રચનાને આવું વાતાવરણ ખૂબ ગમતું પણ અત્યારે એ માણવાનો સમય જ ક્યાં છે પ્રશાંતની ઓફિસ ઘરથી ઘણી દૂર હતી એટલે તે સવારે વહેલો નીકળી જતો. રચના સીધી રસોડામાં ઘૂસી ગઈ. એકતરફ ચાનું પાણી ચડાવી રીંકુને અને કરણને ઉઠાડ્યા. પ્રશાંતને માટે ટિફિન બનાવી તેને ઓફિસે મોકલ્યો. રીંકુને સ્કૂલે […]
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.