Home » GL Community
અબોલા અબોલા તમારા વસમાં લાગે, એ નિર્ણય તમારો કસમાં લાગે. પહેર્યા કોઈ વિરોધીના ચશ્મા લાગે, એ વિરોધ પાછો નસનસમાં લાગે. તમે આવો છો,મોસમ બદલે છે,આવે છે બહાર, નક્કી ઇન્દ્રદેવ ક્યાંકને ક્યાંક તમારા ટચમાં લાગે. —ઓજસ
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ડૉ. ભીમરાવ આંબેડકર લિખિત માનવતાના દસ્તાવેજસમા ‘બુદ્ધ અને તેમનો ધમ્મ’ ગ્રંથનો ‘ઇ.ધમ્મગ્રંથ-4’માં બુદ્ધના ઉપદેશનું સૌથી મૂલ્યવાન વૈચારિક ધન સંગોપાયેલું છે તેનું આચમન કરીને ધમ્મના માર્ગે આગળ વધવા સૌને પ્રેરણા મળશે.
માનવને સર્જનહારે બુદ્ધિની અણમોલ ભેટ આપી છે. બુદ્ધિ વિચારી શકે છે. વિચારશીલતાને કારણે માનવી દરેક કૃતિમાં આગવી વિશેષતા જૂએ છે.તેથી એ વિશેષતાનું અન્વેષણ કરવાનું તેને આવશ્યક લાગે છે. સાતત્ય પૂર્વક વિચાર કરનાર ચિંતન કરવા પ્રેરાય. બાળપણનો સહજ શરમાળ અને સંકોચશીલ સ્વભાવ અધ્યયન કરતાં કરતાં થોડો નિર્ભય બન્યો. સ્નાતક કક્ષાએ અધ્યાપકોના પ્રભાવથી ચિંતન કરવાની ટેવ પડી. […]
જીવનની નિર્મળતા જાળવી રાખવી એ ધમ્મ છે, જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી એ ધમ્મ છે, નિર્વાણમાં રહેવું એ ધમ્મ છે, તૃષ્ણાનો ત્યાગ કરવો એ ધમ્મ છે, બધા જ મિશ્રિત(સંયુક્ત) પદાર્થને અનિત્ય માનવા એ ધમ્મ છે, કર્મને માનવ જીવનની નૈતિક વ્યવસ્થાનું ઉપકરણ (સાધન) માનવું એ ધમ્મ છે
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]