Home » GL Community
ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે, અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત, ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. […]
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ? નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું, અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે. કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક, ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે. સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક, ફક્ત ખાબોચિયાં […]
ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે, અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક; ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત, ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે. […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.