બાલમંદિરથી ફરી ભણવું પડશે
September 17 2015
Written By
Gurjar Upendra
બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા.
એક મિત્ર : ‘કંટાળી ગયા યાર, ચાલ આત્મહત્યા કરી લઈએ….’
બીજો મિત્ર : ‘ચસકી ગયું છે ? આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે… રહેવા દે !’
***********
કાળુભાએ કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું :
‘મારી ભેંસ મારું સીમકાર્ડ ગળી ગઈ છે.’
કસ્ટમરકેરનો માણસ : ‘તો એમાં હું શું કરી શકું ?’
કાળુભા : ‘ના, એટલે મારે તો ફક્ત એટલું પૂછવું છે કે તમે કોઈ રોમિંગ ચાર્જ તો નથી લગાડતા ને ?’
***********
ભિખારી : ‘બેન થોડું ખાવાનું આલો બા.’
ગૃહિણી : ‘હજી જમવાનું થયું નથી.’
ભિખારી : ‘કંઈ વાંધો નહીં બેન, મારો મોબાઈલ લખી લો. ખાવાનું થઈ જાય એટલે એક મિસકોલ મારજો !’
***********
એક માણસ તરવાનું શીખ્યો નહોતો છતાં પાણીમાં કૂદી પડ્યો. ડૂબતાં ડૂબતાં એના હાથમાં એક માછલી આવી ગઈ. એણે માછલીને કિનારા ઉપર ફેંકીને કહ્યું : ‘કંઈ નહિ તો તારો જીવ તો બચાવી લઉં !’
***********
છગનબાપુને મગને પૂછ્યું : ‘બાપુ, તમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.’
છગનબાપુ : ‘ગૂગલબા.’
મગન : ‘બાપુ, આવું નામ કાં ?’
છગનબાપુ : ‘તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છે, એટલે…’
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.