હસો – હસાવો

July 23 2015
Written By GujaratilexiconGurjar Upendra

ડોસા-ડોસીની પ્રેમ કહાની

ડોસા-ડોસીની પ્રેમ કહાની

એક ડોસો-ડોસી હોટલમાં જમવા આવ્યા.

પહેલા ડોસાએ ડોસીને જમાડી..
.
.
પછી ડોસીએ ડોસાને જમાડ્યા…
.
.
આ જોઇ વેઇટર તો આભો જ બની ગયો અને બોલી પડ્યો: આ ઉંમરે પણ તમારા વચ્ચે આટલો પ્રેમ છે?.
.
.
ડોસો: એ બધુ તો ઠીક પણ અમારા બેની વચ્ચે દાંતનું ચોકઠુ એક જ છે.

…………………………………………………………………………………………………………………….

 

ટીચર: નાની મધમાખી શું આપે?
.
.
ગગો: મધ
.
.
ટીચર: પાતળી બકરી શું આપે?
.
.
ગગો: દૂધ
.
.
ટીચર: મોટી ભેંસ શું આપે?
.
.
ગગો: હોમવર્ક

……………………………………………………………………………………………………………………

 

ભગો રોજ સુથારની દુકાને જતો અને પુછતો: ગાજર છે ગાજર?
.
.
એક દિવસ સુથારની છટકી અને ભગાના દાંત જ તોડી નાખ્યા અને પછી કહ્યું: હવે ગાજર ખાઈ બતાવ તો ખરો…..
.
.
બીજા દિવસે ભગો ફરી સુથારની દુકાને આવ્યો અને બોલ્યો: ગાજરનો હલવો છે હલવો?

………………………………………………………………………………………………………………………….

 

આપડો ભગો: આજ ટિફિનમાં શું આપીશ?
.
.
પત્ની (ટીવી જોતાં-જોતાં): ફાર્મ ફ્રેશ ચીલી રેડ ટોમેટોઝ વિથ ઇન્ડિયન ક્રિસ્પી થીન નૂડલ્સ.
.
.
ભગો: વાઉ……….
.
.
ઓફિસે જઈને જોયું તો, સેવ-ટામેટાનુ શાક.

……………………………………………………………………………………………………………………………

 

More from Gurjar Upendra

More Jokes

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects