પ્રેમી જોડી
August 21 2015
Written By
Gurjar Upendra
પ્રેમી જોડી પરસ્પર વાતો કરી રહી હતી.
પ્રેમિકા – અમે લોકો બે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે. શુ તે કદી લગ્ન વિશે વિચાર્યુ નહી ?
પ્રેમી – વાત એમ છે કે …મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે. ત્યારે હુ તને કંઈક જવાબ આપી શકીશ.
પ્રેમિકા – ઓહો, તો તુ પણ પરણેલો છે.
નયન : બચપન મેં મા કી બાત સૂની હોતી તો આજ યે દિન ના દેખને પડતે.
ન્યાયાધીશ : ક્યા કહેતી થી તુમ્હારી માં ?
નયન : જબ બાત હી નહીં સૂની તો કૈસે બતાવું માં ક્યાં કહેતી થી ?!
એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૂછ્યું – તમારી શર્ટના ખૂણાં પર આ ગાઁઠ કેવી રીતે બંધાઈ ?
બીજાએ જવાબ આપ્યો – પત્નીનો પત્ર પોસ્ટબોક્સમાં નાખવાની યાદ રહે તે માટે.
પહેલો બોલ્યો – શુ તમે તે પત્ર પોસ્ટ કરી દીધો ?
બીજાએ જવાબ આપ્યો – નહી, મારી પત્ની મને તે પત્ર આપવાનું જ ભૂલી ગઈ.
મોનૂ – સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ?
સોનુ- ખબર નહી… તું જ બતાવી દે.
મોનુ – મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે.
એક રિપોર્ટર નિશાનેબાજ નંદુનો ઇન્ટરવ્યું કરવા ગયા. ઘરમાં જતાંની સાથે જ તે અચંબામાં પડી ગયા. દીવાલો પર પેન્સીલના નાના-નાના નિશાન હતા અને તેની વચ્ચે ગોળીઓથી નિશાન કરેલા હતા, આ જોઇને રિપોર્ટર કહેવા લાગ્યો: તમે મહાન છો. તમારુ નિશાન અચૂક છે. મને કહો આ બધું કઇ રીતે શકય બન્યું? નંદુએ કહ્યું: ખૂબજ સરળતાથી બન્યુ, સાહેબ પહેલા હું દીવાલ ઉપર ગોળી ચલાઉ છું. એના પછી નિશાનની આજુ બાજુ પેન્સિલથી આકાર કરી દઉ છું.
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ