મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?
August 18 2015
Written By
Gurjar Upendra
ગટુ : અલ્યા ચિંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?
ચિંટુ : ના, શું તફાવત ?
ગટુ : મમ્મી રડતા રડતા આ દુનિયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ
રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !
એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં
જતાં કહ્યું ‘દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી
શકીશ એવી આશા છે.’
‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’
‘તમે બેઉ અદાલતની બહાર જઈને સમાધાન કેમ નથી કરી લેતાં ? છૂટાછેડાની અરજી
કરનારાં એક દંપતીને ન્યાયમૂર્તિએ કહ્યું.
‘નામદાર, અમે એ જ કરી રહ્યાં હતાં – પણ ત્યાં જ પોલીસે અમને જાહેર
શાંતિનો ભંગ કરવા માટે પકડ્યાં !’
ગટુ : ‘મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.’
નટુ : ‘કેમ ? એમને કશું યાદ નથી રહેતું કે શું ?’
ગટુ : ‘ના યાર, એને બધું જ યાદ રહે છે.’
એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી, ‘ધોબી પાસે કપડાં ધોવરાવીને,
હૉટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી
ગયો.’
‘માળું, એ તો અચરજ કહેવાય !’ મિત્રે જવાબ વાળ્યો, ‘કેમ કે એ જ કારણોસર
મેં તો છૂટાછેડા લીધા !’
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.