રમૂજની રમઝટ
August 05 2015
Written By
Gurjar Upendra
દર્દી (ડૉક્ટરને) : ‘ડોકટર સાહેબ, મારું આખું શરીર દુઃખે છે, જ્યાં પણ અડું ત્યાં દુઃખે છે.’
ડૉક્ટર : ‘ખરેખર એમ નથી. હકીકતે તમારી આંગળીમાં જ ફેકચર થયું છે !’
*********
સાહેબ (પટાવાળાને) : ‘સમજ નથી પડતી કે જ્યારે બુદ્ધિ વહેંચવામાં આવતી હતી ત્યારે તું ક્યાં હતો ?’
પટાવાળો : ‘સાહેબ, એ સમયે હું તમારી સાથે ટૂર પર હતો.’
*********
પ્રેમી : ‘તારા પપ્પા જો આપણાં લગ્ન નહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ. પછી ભૂત બનીને એમને ડરાવીશ.’
પ્રેમિકા : ‘કંઈ ફાયદો નહીં થાય. મારા પપ્પા ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા !’
*********
બંટી : ‘હું નાનો હતો ત્યારે એક વખત ટ્રક નીચે આવી ગયો હતો.’
રાજુ : ‘તો પછી બચી ગયો ?’
બંટી : ‘મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાની વાત છે ને…’
*********
સર : ‘આજે હોમવર્ક કેમ નથી કર્યું ?’
બંટી : ‘ઘરે લાઈટ નહોતી.’
સર : ‘તો મીણબત્તી સળગાવવી હતી ને…’
બંટી : ‘પણ માચિસને અડકાય એવું નહોતું.’
સર : ‘કેમ ?’
બંટી : ‘માચિસ મંદિરમાં હતી.’
સર : ‘તો ડોબા, નહાઈ લેવું જોઈએ ને ?’
બંટી : ‘નહાઉ ક્યાંથી ? મોટર બંધ હતી.’
સર : ‘તો ચાલુ કેમ ના કરી ?’
બંટી : ‘કીધું તો ખરું ! લાઈટ નહોતી !’
*********
More from Gurjar Upendra



More Jokes



Interactive Games

Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.