– કવિતા –
January 09 2020
Written By
Rahul Viramgamiya
બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બસ છેલ્લે કયારે મજા આવિ એ યાદ નથી,
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર છેલ્લે કયારે રજા આવી એ યાદ નથી,
આંંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે, ખરી ગયું એ પાણી,એ યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, સાચ્ચે હસ્યો તો કયારે એ યાદ નથી,
જે વરસાદમાંં હું ભીંજાયો હતો દિલથી, એ વરસ્યો તો કયારે એ યાદ નથી,
જીવતા જીવતા ઈસ્છાઓને બધાની, કયારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,
ઊભો નથી કતારમાંં તારા મંદિર ઈશ્વર, પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.