કવિતા
April 07 2020
Written By
Chetan Gohil
આ દુનિયાની એક રસમ નિરાળી,
હું જુદો તું સાવ અલગ,
તું તારું જો હું મારું જોવ.
આપણા બન્નેની ભાત અલગ,
તું સમજે હું પણ સમજુ,
આમ છતાં વિચાર અલગ
તું સીધો છે હું પણ સીધો
તો ય આપણા શ્વાસ અલગ
તું ચાહે હું પણ ચાહું
તો ય આપણી ચાહ અલગ
તું માનવ છે હું પણ માનવ
તો કેમ આપણી નાત અલગ ?
તું જીવે છે હું પણ જીવું
તો ય કેમ આપની રીત અલગ ?
More from Chetan Gohil
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.