નાનપણની યાદો
March 03 2020
Written By Rahul Viramgamiya
યાદ આવી ગયા આજે એ નાનપણના દિવસો
ખરેખર! કેવા રુડા હતા એ ભોળપણનાં દિવસો,
નદી તળાવ અને વરસાદથી મન લલચાઈ જતું,
પાણીમાં રમવા કાજે ભોળું મન આતૂર થઈ જતું,
ભાઈભંધ સાથે પાણીનાં છબછબિયા કરતા,
એકબીજા પર ખોબે ખોબે પાણી ઊડાવતા,
દુનિયા જાય તેલ લેવા આપણે તો મોજ કરતા,
બેફીકરા થઈને પાણીમાં રમવાની મજા માણતા,
પણ હવે તો મોટા થઈને ડહાપણમાં મજા નથી,
ક્લોરિનવાળા પાણીમાં એ નાનપણની મજા નથી.
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.