માને ભેટ
February 22 2020
Written By
Rahul Viramgamiya
બાળપણમાં જેના વિશે, નિબંધ લખી નાખતો,
લખવા બેસું જો આજે, તો શબ્દો ઓછા પડશે.
અગણિત છે ઉપકાર એના મુજ પર,
ગણવા બેસું જો આજે, તો આંકડા ઓછા પડશે.
જન્મ આપીને મને, કહોને આ દુનિયાજ આપી દીધી જેણે,
એ માને ભેટ આપવા, ચાંદ – તારા પણ ઓછા પડશે.
એની બધીજ ઈચ્છા પૂરી કરી શકું, એવી ઈશ્વરને યાચનાં,
એ માનું ઋણ ચૂકવવા તો, સાત ભવ પણ ઓછા પડશે.
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.