રમત
December 19 2018
Written By
Dhaval Amin
દાવ માંડી બેઠો છું જીંદગી ના ચાલ થોડી વિશ્વાસ ની રમત રમીએ
લાગણીના સોગઠાં ને સંબધની ચોપાટ
ના મને જીતવાની લ્હાય કે ના તને હરાવા ની હાશ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
નથી કઈ દાવ પર મુકવું છતાં
બસ તને જીતવાની આશ,
ચોપાટના ખાના લાગણીઓથી ફરીએ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
તને ઓળંગવાનો આંચકો રડાવી જાય મને
થોડુંક સાથે સાથે રમીએ
મારા પાસા તારે આધીન હોય તેવી કઈક કરામત કરીએ
ચાલ કઈક અમથુ અમથુ રમીએ
‘વ્યથિત’ આધીન છે સતત લાગણીને
આડંબરથી પર કઈક મોકળું રમીએ
દાવ માંડી બેઠો છું જીંદગી ના
ચાલ થોડી વિશ્વાસ ની રમત રમીએ
More from Dhaval Amin
More Kavita
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.