રમતા રમતા શીખીએ
February 27 2020
Written By
Rahul Viramgamiya
ચાલો રમીએ, ભણીએ, ગણીએનિત નવું શીખીએ…ચાલો રમીએ..
ખંજરી વાગે, ઢોલક વાગે; છુમ્મક છુમ્મક નાચીએ;
સુંદર મજાના જોડકણા બનાવી; ગીત મધુરા ગાઈએ..ચાલો રમીએ…
મને ગમતા નાના નાના, સુંદર રમકડા બનાવીએ,
કાગળની તો હોડી બનાવી, વહેતા પાણીમાં તરાવીને..ચાલો રમીએ…
આડી લીટી ઊભી લીટી, સુંદર ચિત્ર બનાવીએ,
નયન રમ્ય નવા રંગો પુરી, ભાતીગળ સજાવીએ..ચાલો રમીએ…
સુંદર તરાહની પ્રવૃતિ થકી, નવું સર્જન સજાવીએ,
મારી પ્રવૃત્તિ, સુંદર મજાની, સૌને ગમતી કરીએ,
ચાલો રમીએ, ભણીએ,ગણીએનીત નવું શીખીએ…ચાલો રમીએ…
More from Rahul Viramgamiya



More Kavita



Interactive Games

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં