આજે ચાલો હળવા થઈએ.
June 08 2015
Written By
Upendra Gurjar
ભારે ભારે શાને ફરીએ ?
………….. આજે ચાલો હળવા થઈએ.
ઝરણાનું જળ હળવે વહે છે
કહે : ભલાઓ, વહેતા રહીએ
માથા પરનો ચાંદો બોલે
………….. થઈને શીતળ રેલી રહીએ… આજે ચાલો…
વ્યોમ મહીં જે ઊડતાં પંખી
કહે કાનમાં ઊડતાં રહીએ,
પાંદડીઓ ઉપરનું ઝાકળ
………….. કરે ઈશારા, ઝુમતાં રહીએ…. આજે ચાલો….
આફત છો વળ ખાતી આવે,
જ્યાફત એની ઝટઝટ કરીએ
હૈયેહૈયાં ભીંસી દઈને
………….. આજે હવે સૌ ભેળાં રહીએ…. આજે ચાલો….
– ડૉ. મોહનભાઈ પટેલ
More from Upendra Gurjar
More Kavita
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં