આવ્યો ઉનાળો
February 28 2020
Written By
Rahul Viramgamiya
ગયો શિયાળો આવ્યો ઉનાળો, બળબળતી બપોરે હાલ્યો,
અંગ દઝાડતી લુ લાવ્યો ..ગયો શિયાળો આવ્યો ઉનાળો,
બરફ, ગોળા, કુલ્ફી લાવ્યો, આઇસક્રીમનો ચટકો લાવ્યો,
તરબૂચ ;ટેટીના સ્વાદ લાવ્યો, ઠંડા મીઠા શરબત લાવ્યો,
શિખંડ ; પૂરી ના જમણ લાવ્યો, આમ્રરસની લિજ્જત લાવ્યો,
ફર ફર કરતા પંખા લાવ્યો, શીતળ પવનની લહેર લાવ્યો,
પરીક્ષાના થાક ઉતારવા, નવા સત્રમાં તાજા થવા,
શાળામાં લાંબી છૂટ્ટી લાવ્યો, પ્રવાસનો અવકાશ લાવ્યો,
ગયો શિયાળો આવ્યો ઉનાળો.
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.