એ શ્વાસ ને
May 13 2015
Written By
Gurjar Upendra
જાણું છું હું વર્ષો થી એ શ્વાસ ને
હરદમ તારા હોવાના અહેસાસને .
નસ-નસમાં ઉતરી લોહીમાં વણાય છે
સીંચે છે જિંદગી યાદો ની લાશને.
રાખો નહી જીવલેણ હોઠોની ક્ષિતિજ માં
નક્કર સ્મિતની મધમધતી સુવાસ ને.
સ્પર્શો તમે તો થાય ફળદ્રુપ હવે
કરચલી જેમ મારામાં ભળી પીળાશ ને .
આશ્લેષમાં લ્યો ટળવળતા આંસુઓ
કંઈ કળ વળે આંખોની સળગતી ભીનાશને.
અંધારા વિસ્તર્યા છે ધબકારા સુધી
ફૂંકી તિખારો પાથરો ઉરે ઉજાસને.
ક્યારેય કોઈ પર ના મૂકી શકું
એટલી વાર તોડો 'સપ્ત'ના વિશ્વાસને
'સપ્ત' હિમાંશુ પરમાર
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ