કયાં મળે છે……
July 11 2015
Written By
Hitendra Vasudev
આજ કાલ ક્યાં શુદ્ધ જીવન મળે છે,
અરે ક્યાં શુદ્ધ જળ ને અન્ન મળે છે.
જે પીતા'તા માટલાનું પાણી જ,
આજ બિસલરી ને એરોહેડ પીએ છે.
શુદ્ધ દૂધ-ઘી ને માખણ છે દુર્લભ,
એ ડેરી અને કોલ્ડસ્ટોરેજમાં મળે છે.
ક્યાં એ ગૌરવ ભર્યા કપડાની ફેશન ?
હવે તો ફાટેલાં જીન્સ ફરતા લાગે છે.
કયાં છે દેશદાઝ ને દેશપ્રેમની વાતો ?
આ નેતાઓના મડદાં ફરતા લાગે છે.
થયાં "સ્વપ્ન" ગીત-સંગીત ને ભજનો,
ઘર અને કારમાં પોપ સંગીત વાગે છે.
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ ) '
More from Hitendra Vasudev
More Kavita
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.