…કેવું હતું
February 11 2015
Written By
dhruv Upendra
કોઈ ના સમજી શક્યું કેવું હતું
હર કદમ પર જીવવું એવું હતું
જિંદગીભર શ્વાસ ચૂકવતા રહ્યા
મોતનું માથે ગજબ દેવું હતું
લે, હવે ભોગવ બધાંયે દુઃખ સતત
નામ સુખનું સમજીને લેવું હતું
પૂછવા ખાતર બધા પૂછતા રહ્યા
આપણે પણ ક્યાં કશું ક્હેવું હતું ?
આખરે હું 'હર્ષ' પર્વત થઇ ગયો
થાય ત્યાં સુધી બધું સ્હેવું હતું
-હર્ષ બ્રહ્મભટ્ટ
More from dhruv Upendra
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.