ક્યાં ગયા ?
February 19 2015
Written By
dhruv Upendra
ઊગશે સુખનો દિવસ એ વાતવાળા કયાં ગયાં ?
સપનું આંખોમાં સજાવી રાતવાળા કયાં ગયાં ?
પાટું પડતાને પડે છે, જોઇ લો ઇતિહાસમાં
પીઠ ખુલ્લી મેં ધરી છે લાતવાળા કયાં ગયાં ?
છે ભવોભવની તરસ ખાબોચિયાંથી શું વળે ?
ક્યાં ગયા, બોલાવ દરિયા સાતવાળા કયાં ગયાં ?
જિંદગી રંગીન હો તો શ્વેત ખાપણ પરવડે ?
ઓઢણીમાં મેઘધનુષી ભાતવાળા કયાં ગયાં ?
આભ સમ લઇ પેટ બચપણ ભીખ માગે રોડ પર,
ભૂખ પૂછે આજ સૌ ખેરાતવાળા કયાં ગયાં ?
(વિપુલ પરમાર)
More from dhruv Upendra
More Kavita
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.