છૂટી ગયું જ્યાં સરહદ જેવું
August 12 2015
Written By
Gurjar Upendra
છૂટી ગયું જ્યાં સરહદ જેવું
શરૂ થયું ત્યાં અનહદ જેવું
વરસો જૂનો સંદેશો લઈ
આંસુ આવ્યું કાસદ જેવું
હોત ભલા ક્યાં ? વિચાર થોડું
હોત અગર ના હુંપદ જેવું
બધું એ નિશ્ચિત હતું છતાંયે
કાયમ લાગ્યું શાયદ જેવું
કામ નકામાં હતાં એટલાં
કદી મળ્યું ના ફુરસદ જેવું
સંતોએ એને મન કીધું
ભીતર જે કંઈ ખદબદ જેવું
-હર્ષ બ્રહ્મભટ્ટ
More from Gurjar Upendra
More Kavita
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.