ડરાવે છે…
February 20 2015
Written By
dhruv Upendra
વાત દિવસની નથી મને રાત ડરાવે છે
મારી નાની ઝૂંપડીને ચક્રવાત ડરાવે છે….
ભેટમાં મળ્યાં છે લોહીનાં અનેક આંસુ
જીવનની હવે હરેક સોગાત ડરાવે છે…
છોડી પ્રેમની વાત કોઈ બીજ વાત કરો
વગર વાંકે તરછોડનો આઘાત ડરાવે છે…
મારા લીધે કોઈ બદનામ ન થઈ જાએ
તેથી જ મને તારી મુલાકાત ડરાવે છે….
પોતીકાંએ જ દીધી એવી અસહ્ય પીડા
પારકાંને શું કહું ? મને મારી જાત ડરાવે છે…
– ઉપેન્દ્ર ગુર્જર
More from dhruv Upendra
More Kavita
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.