નસીબ
March 04 2020
Written By
Rahul Viramgamiya
જ્યારે આંખો ખૂલી માતાનાં ખોળામાં,
પહેલો શબ્દ સાંભળ્યો તે ‘નસીબ’.
જ્યારે આવ્યો શાળાનાં તે પ્રાંગણમાં,
સફળતા અને નિષ્ફળતા માટે જવાબદાર તે ‘નસીબ’.
જ્યારે મૂક્યો પગ ધબકતાં હૈયે યુવાનીમાં,
પ્રિયપાત્રને શોધવા માટેનો આધાર તે ‘નસીબ’.
જ્યારે પુખ્તતાની એ ભરપૂર હાડમારીમાં,
જીવન જીવવાની સાચી રીત શીખવનાર તે ‘નસીબ’.
જ્યારે વૃદ્ધાવસ્થાની એ લાચાર આંખોમાં,
કોઈ એક આશા સાથે માંડેલી મીટ તે ‘નસીબ’.
અંતે કહે, “માધવ” તેની વાણીમાં,
નિષ્ફળતા નામનાં થપ્પડ માટે અપાતું આશ્વાસન,
તે ‘નસીબ’.
More from Rahul Viramgamiya
More Kavita
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.