રજાનો આનંદ
July 14 2015
Written By
Upendra Gurjar
રજાનો આનંદ
આજે ઓફીસના લોકો ઓફીસમાં અને ઘરના લોકો ઘરમાં,
મન ને કામમાં પરોવવાનો જટિલ પ્રયાસ કરી રહ્યા છે,
કેમકે, રજાઓમાં પરિવાર સાથે ગાળેલો સમય,
યાદો બની ને આંખો સામે આજે પણ રમી રહ્યો છે.
ઓફીસ ના A.C એ તન ને ઠંડુ તો કરી લીધું છે, પણ
મન તો હજી કાલ ની કુદરતી આબોહવામાં ઝૂમી રહ્યું છે.
ઘરનો રૂમ સાવ ખાલીખમ છે બારી બારણાં પણ બંધ છે તોય,
કાલના કલબલાટ નો આવાજ હજી કાન ને સંભળાઈ રહ્યો છે.
ઓફીસ ના ટેબલ પર કામ નો ઢગલો ખડકાઈ ગયોં છે, પણ
કાલની રમાયેલી ક્રિકેટ ના બેટ નો હાથો હજી હાથ ને અડકી રહ્યો છે.
રોજ ની જેમ સમયસર ઘરનું કામ પતાવી છાપુ વાંચવા બેસી ગયા છે,
છતાય, કાલના આનંદ માં કરેલો રઘવાટ હજી હાથપગ ને હલાવી રહ્યા છે.
બપોર ના જમવાનું આરોગી ઓડકાર પણ આવી ગયો છે, પણ
કાલના ભાવભર્યા ભોજન નો સ્વાદ હજી દાઢ માં જ સમાયેલો છે.
વીતેલી પળોના દિવસોના વિચાર માત્ર થી મુખ પર હસી આવી ગઈ,
ઓ રજાઓ તમને મારા “સલામ” છે જે મારી જિંદગી ને ફરી જીવાડી ગઈ છે.
હાથમાં રહેલા ઓફીસના કાગળો પર, મગજ ક્યાં નજર નાખી રહ્યું છે,
એ તો મન માં રચાઈ રહેલા મારા વિચારો ને વાંચી રહ્યું છે.
ઘડિયાળ ના કાંટે જીવતી જિંદગી માં જાણે તોફાન આવી ગયું,
આજે ઘણા વર્ષો બાદ પરિવારનો પ્રેમ મારી આંખને છલકાવી ગયું.
More from Upendra Gurjar



More Kavita



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં