રે પંખીડા !
January 13 2015
Written By
Deval Talati
રે પંખીડા ! સુખથી ચણજો , ગીત વા કંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છુ,
ના ના કો દી તમ શરીરને કંઈ હાનિ કરું હું.
ના પાડી છે તમ તરફ કૈઇ ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડા સર્વને છે,
રે રે ત્હોયે કુદરતી મળી ટેવ બીવા જનોથી,
છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.
જો ઉડો તો જરૂર દર છે ક્રૂર કો હસ્તનો હા!
પા’ણો ફેંકે તમ તરફ રે ! ખેલ એ તો જનોના!
દુ:ખી છુ કે કુદરત તાના સામ્યનું એક્ય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
કવિ શ્રી “કલાપી”
More from Deval Talati



More Kavita



Interactive Games

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં