લવિંગ કેરી લાકડિયે – લોકગીત
July 07 2015
Written By
Upendra Gurjar
લવિંગ કેરી લાકડિયે
લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો
રામ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો
રામ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો
રામ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો
રામ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો
રામ! તમારે બોલડિયે હું આકાશ વીજળી થઈશ જો
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો
રામ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો
More from Upendra Gurjar
More Kavita
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.