સગપણોમાં હુંફ પામે
November 25 2019
Written By
Modern Bhatt
સગપણોમાં હુંફ પામે એ જ જાણે જિંદગી,
દુઃખ હજારો હોય તો પણ એજ માણે જિંદગી.
આભથી ઝાકળનું જે ટીપું પડ્યું તું રાતના!
ફૂલને બસ એ જ આપી ગ્યું અજાણે જિંદગી,
એમની ઝુલ્ફો સરીખો રેશમી એ દોર છે,
ક્યાંક ગૂંચાય ન જાયે ખેંચતાણે જિંદગી.
મોતથી બદતર દશા, યાને વિરહની આ વ્યથા!
એમના વિના અમે જીવ્યા પરાણે જિંદગી.
તૃપ્ત એની ધાર એવી થશે કે.પૂછમાં,
તું ચડાવી જો કવિતાની શરણે જિંદગી.
તૃપ્તિ ત્રિવેદી- તૃપ્ત
More from Modern Bhatt
More Kavita
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.