સમયની ટકોર
April 09 2020
Written By
Ankita Panchal
સમયની વાગી એક ટકોર,
કહ્યું: હવે તો કર નજર લક્ષ્યની કોર.
વીતી ગયા દિવસ અને રાત
પૂછ્યું છે પોતાને? ક્યાં છે તારી ઓળખાણ ?
હું તો ચાલ્યો મારી ચાલ,
આવી તારા જીવનમાં તડકી ને છાંવ
જયારે ચાલ્યો ના મારી સંગાથ,
બેસી ગયો માનીને હાર.
પૂછ તું અંતરમનને એક વાત,
ક્યાં રહી ગઈ તારામાં કચાશ?
પોતાના પર વિશ્વાસ તું રાખ
ચાલ તું મારી હારોહાર
સમયની વાગી એક ટકોર
બતાવી તુજને જીંદગી છે અનમોલ.
More from Ankita Panchal
More Kavita
Interactive Games
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.