કરોળિયાની સારવાર અને બાળ-ઉપયોગી પ્રયોગો

August 06 2015
Written By GujaratilexiconGurjar Upendra

સ્કિન ઉપર આછો સફેદ ડાઘ મોટા ભાગે મોં ઉપર થાય છે. નાના બાળકોમાં આ ડાઘ વધારે જોવા મળતા હોય છે. શરીરમાં અન્ય જગ્યાએ છાતી, બરડા અને હાથ ઉપર પણ તે ઘણીવાર થતા જોવા મળતા હોય છે. આને સાદી ભાષામાં ‘કરોળિયા’ના નામે આપણે ઓળખતા હોઈએ છીએ.

આજે આપણે બાળકોમાં થતા કરોળિયાના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઔષધોપચાર વિશે ચર્ચા કરીશું. જેમાં સૌ પ્રથમ કરોળિયા મોંઢાના ભાગ પર થયેલ હોય તો તેના માટે નીચેનામાંથી અનુકૂળ પ્રયોગ કરી શકાય :-

– તલના તેલની માલિશ ડાઘવાળા ભાગ ઉપર કરવી. આખા શરીરે પણ માલિશ કરી શકાય છે.

– તાંદળિયાની ભાજી અથવા તેનાં મૂળની રાખ પાણીમાં ભેળવી ડાઘવાળી સ્કિન ઉપર ચોપડવી અને ૧૫ મિનિટ તડકે બેસવું. ત્યારબાદ સુખોષ્ણ જળથી સ્નાન કરી લેવું.

– ચંદન અને ટંકણખાર પાણીમાં ઘસી ડાઘવાળી સ્કિન ઉપર લગાડવું.

– હરિદ્રા અને કાળા તલ બંને ૬-૬ ગ્રામ લઈ તેનું સમભાગ ચૂર્ણ કરી ભેંસના દૂધમાં મેળવી કરોળિયા જે ભાગ ઉપર થયા હોય તે ભાગ ઉપર ઉપરોક્ત મિશ્રણ મિક્સ કરી તેની માલિશ કરવી.

– કુંવાડિયાનાં બી અધકચરાં વાટી ૩ દિવસ દહીંમાં પલાળી રાખવાં. ૩ દિવસ પછી આ દહીં શરીરે સારી રીતે ઘસવું – મસળવું. થોડીવાર બાદ સ્નાન કરી લેવું. આ પ્રયોગથી શરીરના કોઈ પણ ભાગમાં થયેલા કરોળિયા થોડા જ દિવસોમાં સંપૂર્ણ રીતે મટી જાય છે.

– તેલિયા દેવદારને લીંબુના રસમાં ઘસી કરોળિયા ઉપર લગાવવાથી કરોળિયા બિલકુલ નિર્મૂળ થઈ જાય છે.

– જો મોઢા ઉપર અને સમગ્ર શરીર પર વધારે પડતો આ વ્યાધિ થઈ ગયેલ હોય તો મન-શીલ, ટંકણખાર અને હળદર સમભાગ લઈ ચૂર્ણ કરી તે ચૂર્ણ જે – તે ભાગ ઉપર લગાવવાથી કરોળિયા સંપૂર્ણપણે મટે છે, પરંતુ આ પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરવો.

– આ ઉપરાંત હળદર અને ફટકડી પાણીમાં ઘસી કરોળિયા ઉપર માલિશ કરવાથી પણ કરોળિયા મટે છે.

– મૂળાનો રસ કાઢી કરોળિયા ઉપર લગાડવાથી પણ તે મટે છે. આ સિવાય મૂળાનાં બીજના બીજા પ્રયોગો પણ કરોળિયા ઉપર ખૂબ જ સારું પરિણામ આપે છે, જેમાં;

મૂળાનાં બી ૧૦૦ ગ્રામ લઈ તેનું ચૂર્ણ કરવું, તે ૨૦૦ ગ્રામ દિવેલમાં મેળવવું અને તેની શરીર પર માલિશ કરવાથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

આ ઉપરાંત આયુર્વેદ ઔષધ પ્રયોગમાં નીચેનાં ઔષધોનો પ્રયોગ કરી શકાય જેમાં ગંધક રસાયન વટી ૧ ગોળી – ૨ વાર દૂધ સાથે લેવી અને બૃહતમંજીષ્ઠાદિ ક્વાથ ૧-૧ ચમચી સવાર-સાંજ જમ્યા પછી પીવો. આગળ જે બાહ્ય માલિશ કરવાના પ્રયોગો બતાવ્યા છે, તેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવો. આટલી સારવારથી કરોળિયા અવશ્ય મટી જાય છે.

આ ઉપરાંત આજે બાળ-ઉપયોગી કેટલાક ઘરગથ્થુ ઉપચાર અને ઔષધપ્રયોગો બતાવું છું, જે શિશુઓની માતાને ખૂબ ઉપયોગી સાબિત થશે જેમાં :

(૧) મોટી હરડેનો ઘસારો સવારે નરણે કોઠે નિયમિત પિવડાવવાથી બાળકને કબજિયાત અને તેનાથી થતા રોગોથી બચાવી શકાય છે.

(૨) અરડૂસીના તાજા પાનનો રસ, આદુંનો રસ, મધ મેળવી બાળકને આપવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે.

(૩) ઓરી-અછબડાની ગરમી, આંખ આવવી વગેરે રોગોમાં કાળી દ્રાક્ષ અને વરિયાળી રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે ચોળીને ગાળી લઈ અડધી – અડધી ચમચી બાળકને પિવડાવવાથી તુરત જ ફાયદો જોવા મળે છે.

(૪) બહેડાનું તેલ બાળકને માથામાં નાનપણથી જ લગાવવામાં આવે તો માથામાં મોટી ઉંમરે પડતી ટાલને રોકી શકાય છે.

(૫) અડધીથી બે રતિ જેઠીમધનું ચૂર્ણ મધમાં આપવાથી બાળકોને ખાંસીમાં તેમજ ગળાના રોગોમાં રાહત થાય છે.

(૬) ખેરછાલને પાણીમાં ઉકાળી ગાળી તે પાણી વડે બાળકને સ્નાન કરાવવાથી બાળકની ત્વચામાં કાંતિ

આવે છે.

(૭) કાચાં આમળાં, તેનું ચૂર્ણ તેમજ તેમાંથી બનાવેલું ચ્યવનપ્રાશ નાનપણથી જ બાળકને આપવાથી બાળપણમાં થતા ઘણા રોગોથી બાળકને બચાવી શકાય છે.

(૮) જે બાળકોને ચામડીના રોગ વધારે થતા હોય કે પરસેવો વધારે આવતો હોય તેમને શંખજીરું પાઉડર લગાવવાથી રાહત થાય છે.

બાળક એ કુદરતનું શ્રેષ્ઠ વરદાન છે અને તેના ઉછેરમાં જો આયુર્વેદને વણી લેવામાં આવે તો અવશ્ય સોનામાં સુગંધ ભળવા જેવો ફાયદો જોઈ શકાય છે.

 

More from Gurjar Upendra

More Others

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

ડિસેમ્બર , 2024

મંગળવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects