જાણવા જેવું

July 30 2015
Written By GujaratilexiconGurjar Upendra

ઘુવડની આંખની કીકી સ્થિર હોય છે અને ફરી શકતી નથી, પણ તેની ડોક ૩૬૦ અંશ ફરી શકે છે એટલે તે જોવા માટે માથું આખું  ગોળ ફેરવી શકે છે.

*   માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. તેની આંખો મોટી હોય છે, પણ તે બે ફૂટથી વધારે દૂરનું જોઈ શકતી નથી.

*   સૌથી મોટી સ્ટારફીશ  [તારામાછલી] મૅક્સિકોના અખાતમાં થાય છે. તેનું નામ મિકગાર્ડિયા છે. તેને ૧૨ હાથ છે.

*   સુગરી માળો બનાળો બનાવવા કાંટાળા ઝાડની પાતળી ડાળીનો છેડો પસંદ કરે છે જ્યાંઅ સાપ કે વાંદરા પહોંચી નથી શકતા.

*   હોલી નામનું પક્ષી પોતાના બચ્ચાનેગળામાંથી દૂધ આપે છે.

*   કાકાપો નામના પોપટનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હોય છે અને તે ઊડી શકતો નથી, દુનિયામાં તે સૌથી મોટો પોપટ છે.  

*   હમ્પબેક નામની વ્હેલનો અવાજ 1400 કિ.મી. દૂર તરતી બીજી હમ્પ્બેક  વ્હેલ સાંભળી શકે છે.

*   જિરાફની ડોક આશરે 8 થી 9 ફૂટ લાંબી હોય છે.

*   મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મૈના છે.

*   ઘોટાડ રાજસ્થાનનું રાજપક્ષી છે.

*   નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.

*   સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.

More from Gurjar Upendra

More Others

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

જૂન , 2023

ગુરૂવાર

8

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects