પંજાબી વાનગી – પનીર ભુરજી

September 04 2015
Written By GujaratilexiconGurjar Upendra

 

સામગ્રી – 100 ગ્રામ લીલી કોથમીર(બારીક કાપેલી), 500 ગ્રામ તાજું પનીર, 200 ગ્રામ ડુંગળી, 10 ગ્રામ આદું, 1 ચમચો કાપેલા લીલા મરચાં, ચપટી હળદર, 250 ગ્રામ કાપેલા ટામેટા, દોઢ ચમચા દેશી ઘી.

બનાવવાની રીત – એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો.

કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાંખી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે તેમાં કાપેલા ટામેટા, આદું, લીલા મરચાં નાંખી સાંતળો. ઉપરથી હળદર અને મીઠું છાંટી ટામેટા ઓગળે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં પનીર નાંખી એ રીતે હલાવો કે બધું મિશ્રણ એકસાર થઇ જાય. દસ મિનિટ સુધી ગેસની ચાલુ આંચે રંધાવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લીલી કોથમીરના પાંદડાની ગાર્નિશ કરી સર્વ કરો.

 

More from Gurjar Upendra

More Others

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects