સુવિચાર માળા
September 14 2015
Written By
Gurjar Upendra
માણસને બદામ ખાવાથી નહિ પણ જીવનમાં ઠોકર ખાવાથી અક્કલ આવે છે.
પ્રેમ એક એવું પુષ્પ છે જે દરેક ઋતુમાં ખીલી શકે છે .
જો જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણે નું જ્ઞાન થઇ જાય છે.
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે પણ ફેલાઈ શકતો નથી.
વિશ્વાસ એક એવો શબ્દ છે જેને વાચતા એક સેકંડ લાગે છે સમજતા એક મિનિટ લાગે છે અને જીતતાં એક દિવસ લાગે છે અને નિભાવતાં આખી જિંદગી પણ ઓછી પડે છે.
એકજ ભૂલ આપણે જિંદગી ભર કરતા રહ્યા ધૂળ ચહેરા પર હતી અને આપણે અરીસો સાફ કરતા રહ્યા.
જિંદગીમાં સંબંધો કોબી જેવા છે જો તમે એને ફોલ્યા જ કરશો તો છેલ્લે હાથમાં કઈ જ નહિ આવશે.
જિંદગી એવી રીતે ન જીવો કે કોઈ ફરિયાદ કરી જાય જિંદગી એવી રીતે જીવો કે કોઈ ફરી યાદ કરી જાય.
નસીબમાં જે લખ્યું છે એના પર અફસોસ ન કર કેમ કે તું હજુ એટલો સમજણો નથી થયો કે ઈશ્વરના ઈરાદાને સમજી શકે.
માણસની બે મર્યાદા હંમેશા યાદ રાખો કોઈ પણ માણસ એના મતદાનના ફોટા જેટલો કાળો નથી હોતો અને એના ફેસબૂક્ના ફોટા જેટલો ગોરો નથી હોતો.
એક માણસે સાઈબાબાને પૂછ્યું, કે બાબા તમે આટલા મોટા સંત છો, તો નીચે જમીન પર કેમ બેસો છો? ઉપર ગાદી પર કેમ બેસતા નથી? સાઈબાબાએ તેને જવાબ આપતા કહ્યું, કે નીચે બેઠેલો માણસ કદી પડતો નથી.
દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ જો કોઈ હોય, તો તે મદદ છે. જે માંગવા છતાં નથી મળતી. અને સૌથી સસ્તી વસ્તુ જો કોઈ હોય, તો તે સલાહ છે. જે ન જોઈતી હોય છતાં પણ લોકો આપી જાય છે.
આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ કે આપણે કૈઈક બનવું જોઈએ પણ સંબંધો જ આપણને બતાવી દેતા હોય છે કે આપણે વાસ્તવમાં શું છીએ.
જો લીમડાના વૃક્ષને દુધ અને ઘી રેડી ઉછેરવામાં આવે તો પણ તેની કડવાશ દૂર થશે નહિ. તેવી રીતે જ અધર્મી અને દુષ્ટ લોકોને તમે ગમે તેટલી શિખામણો આપો, તેઓ કદી પણ પોતાની મનોવૃત્તિ બદલશે નહિ, તેમજ કદી પણ સજ્જન નહિ બને. પત્થરો સાથે માથું અફાળવું અને મુર્ખને જ્ઞાન આપવું એક સમાન છે.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.