પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં – મરીઝ
August 04 2015
Written By Gurjar Upendra
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….
જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
ર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને,
દિલમાં તડપ ભરી તમારો દિદાર કરવાની
આશ કરી હું ચાહું છું તમને,
હોઠો પર તમારું નામ ધરી આંખોને
વરસતી કરી હું ચાહું છું તમને,
ખુદને ગમગીન કરી તમારી યાદોમાં
કેદ થઈ હું ચાહું છું તમને,
ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી
અલગ થઈ હું ચાહું છું તમને,
જ્યારે આવે છે તમારી યાદ ત્યારે ફક્ત
તમને જોવાની આશ કરી હું ચાહું છું તમને,
બસ હવે તો શું કહું તમને?
તમારા પ્રેમમાં "ગુલાબી" સવારની આશા કરી
આ મનની "મરઝી"ને દિલની વાત કહેવા
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તમને…!
હર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને…!
ના ખુશી,,ના કોઇ તમન્ના છે,હવે.
બસ,પોતાના પળછાયા ની સંગ રહિયે છીએ અમે.
કેમ કહિયે કેવી હાલત છે,અમારી..
બસ,એમ સમજી લ્યો તમે ખુશ છો..તો અમે ખુશ છીએ….
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય…
આકાશમાં ટમટમતા બધા તારા નથી હોતા,
સાગરના પાણી બધા ખારા નથી હોતા,
મંદિર માં જનારા બધા સારા નથી હોતા,
જેને હું ચાહું છું એ બધા મારા નથી હોતા..
પ્રેમનો એકરાર કરવામાં જરાક મોડો પડ્યો
એમનું દિલ જીતવામાં જરાક મોડો પડ્યો
બંધ દરવાજો ખખડાવીને તેઓ ચાલ્યા ગયા
સ્વપ્નમાંહેથી આંખો ખોલવામાં જરાક મોડો પડ્યો…
More from Gurjar Upendra
More Shayri
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.