કુહાડીની ધાર
August 06 2015
Written By
Gurjar Upendra
એક કઠિયારો ખૂબ જ સમયથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. તેવામાં શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો, બીજે જ વર્ષે તેનો પગાર વધવા માંડ્યો. આ જોઈ પહેલા કઠિયારાએ પોતાને તો કદી પગારવધારો નહિ મળવાની ફરિયાદ કરી. શેઠે જવાબ આપ્યો, વર્ષોથી જેટલાં ઝાડ તું કાપતો હતો, તેટલાં જ ઝાડ આજે પણ કાપે છે. ‘જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગારવધારો મળે.’ જૂનો કઠિયારો ખુશ થતો કામે વળગ્યો, તેણે કામના કલાકો પણ વધારી દીધા. પણ એથીયે એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. એથી તેણે શેઠ પાસે જઈ પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધુ ઝાડ કાપી શકતો હતો, તેનું રહસ્ય જાણવા શેઠે તેને તેની સાથે મોકલ્યો. નવો કઠિયારો એક ઝાડ કાપી લેતો કે, તરત જ પોતાની કુહાડીની ધાર કાઢી લેતો. આ જોઈ જૂના કઠિયારાને પોતાનો જવાબ મળી ગયો.
ઈશ્ર્વરે તમામ લોકોને સરખી બુદ્ધિ આપી છે, છતાં અમુક લોકો ખૂબ જ સફળ, જ્યારે કેટલાક ઓછા અને કેટલાક ધરાર નિષ્ફળ રહેતા હોય છે. સફળ લોકો પોતાના પ્રત્યેક કામ કોઠાસૂઝ દ્વારા કરતા હોય માટે જ તેઓ સફળ થાય છે અને આ કોઠાસૂઝ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.
(સાભાર : સાધના સાપ્તાહિક, 25 – 07 – 2015)
More from Gurjar Upendra
More Stories
Interactive Games
General Knowledge Quiz
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.