ચાલાક પરી

February 13 2020

પરી બહુ તોફાની. તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયાં.ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું,‘પરી, દાદીમાને કંઈ જોઈએ તો આપજે. હું હમણાં બજારમાં જઈને આવું છું. ઘર અંદરથી બંધ કરીને બેસને. કોઈપણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહી. પરીએ જોયું કે દાદીમા ઘઘસાટ ઊંઘતાં હતાં. અચાનક તેની નજર દાદામાના મોબાઈલ પર પડી. તેણે મોબાઈલ હાથમાં લીધો. તેને બીક લાગતી હતી કે દાદીમા ઊઠ જશે તો તેને મોબાઈલ રમવા નહીં મળે. થોડાક દિવસ પહેલાં તે પપ્પાનો મોબાઈલ લઈ રમતી હતી ત્યારે તેના પપ્પાએ કહ્યું હતું,‘આપણું કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે 100 નંબર લગાવવાનો. ઘરમાં કોઈ વધારે બીમાર હોય તો 108 નંબર લગાવવાનો. એક દિવસ તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. એ પછી મમ્મીએ કડક સૂચના આપી હતી કે તારે કોઈ દિવસ મોબાઈલને હાથમાં લેવાનો નહીં. અચાનક બારણાનો ખટખટ અવાજ સંભળાયો. તેણે બારીની તિરાડમાંથી દરવાજા પાસે કોઈ અજાણ્યા બેલોકોને ઊભેલા જોયા. પરીએ પપ્પાએ બતાવેલ પોલીસ સ્ટેશનનો 100 નંબર દબાવ્યો અને હું મુસીબતમાં છું તમે જલદી મારે ઘરે આવો અને સરનામું આપ્યું. આ તરફ બંને ચોર બારણું તોડીને અંદર ઘૂસી ગયા. એક જણે તો ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું. થોડો અવાજ થવાથી દાદીમા જાગી ગયાં. એક માણસે તેમને ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું. એક માણસ ઘરનો કીમતી સામાન તેના થેલામાં ભરવા લાગ્યો. બીજો બહાર ચોકી કરતો ઊભો હતો. સામાન ભરાઈ ગયા પછી બહાર ભાગવા જતા હતા ત્યાં જ સામે પોલીસ આવી. તેમને ભાગવાની તક પણ ન મળી અને ચોરને પકડી લીધા. તમને કેવી રીતે ખબર કે અહીં ચોર આવવાના છે?’ દાદીમાએ પૂછ્રયું. તમારી પૌત્રીએ 100 નંબર ડાયલ કરીને અમને જાણ કરી. ઈન્સ્પેક્ટર અંકલે પરીની સમજદારીની ખૂબ પ્રશંસા કરી. ત્યાં તો પરીની મમ્મી પણ આવી ગયાં. સૌએ પરીને શાબાશી આપી.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

સપ્ટેમ્બર , 2024

સોમવાર

16

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects