જેવું કર્મ તેવું ફળ
February 10 2020
Written By Rahul Viramgamiya
એક રાજા હતો. તે ઘણી વાર વેશપલટો કરી નગર ચર્યા માટે નીકળતો.એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડયો. તેણે મુખ્યમાર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી. પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો. એવામાં એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો. એના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પલા પથ્થર સાથે અથડાયો. એથી બળદ લંગડાતો ચાલવા લાગ્યો. પણ ખેડૂત બબડાટ કરતો ચાલતો થયો. તેણે પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહી. થોડીવાર પછી એક ઘોડાગાડીળો ત્યાંથી પસાર થયો. તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો. એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી ભટકાયું. ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઊઠય. ઘોડાગાડીવાળો ગુસ્સે થઈને બોલ્યો, કોને રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂકયો છે ? જ ઘોડાગાડીવાળો ઘોડાગાડી હંકારી ચાલતો થયો. એટલામાં ત્યાં એક દૂધવાળી આવી તેને માથે દૂધની ગાગર હતી. તેનું પથ્થર તરફ ધ્યાન ગયું નહતું. તેને પેલા પથ્થરની ઠેસ વાગી. તે પડી ગઈ અને તેનું બધું દૂધ ઢોળાઈ ગયું. દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડંગાતી ચાલતી થઈ. તેણે પણ પથ્થર ખસેડયો નહિં. થોડી વાર પછી એક વિધાર્થી ત્યાંથી પસાર થયો. તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો. ત્યાં તેણે દૂધ ઢોળાયેલું જોયું. તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાંને નડતો હશે. તેણે દફ્તર રસ્તાની બાજુમાં મૂક્યું પછી બળપૂર્વક પથ્થરને ખસેડયો. જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોનામહોર હતી. તેને ભારે નવાઈ લાગી. તેણે ચિઠ્ઠી વાંચી. તેમાં લખ્યું હતું. પથ્થર ખસેડવાનું ઈનામ. એટલામાં દૂર ઊભેલા રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. રાજાએ વિધાર્થીને તેની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા. આ સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા. પ્રજાજનોને પોતાની ફરજ અદા કરવાનું મહત્વ સમજાયું.
More from Rahul Viramgamiya
More Stories
Interactive Games
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.