ભાઈની બેની લાડકી

January 27 2020

એક શહેરમાં રમેશભાઈ પોતાના બહોળા પરિવાર સાથે રહેતા હતા. તેમને ચાર દીકરા હતા, પરંતુ આ પરિવારમાં દીકરીની ખોટ હતી. દીકરી વગર ઘર સૂનું લાગતું અને પરિવારે પ્રાર્થના કરી અને તેમને ઘેર નાનકડી સોનુનો જન્મ થતાં જ પરિવારની ખુશીનો પાર ન રહ્યો. ચાર ભાઈઓની બહેન સોનુ તો સૌની લાડકીયી. ભાઈઓ તો બહેન માટે રમકડાં-કપડાં લાવે, રમે, ઝૂલો ઝૂલાવે અને ગાય… કોણ હલાવે લીમડી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે બેનડી… બેનની સૌ દરેક ઈચ્છા પૂરી કરે. જોતજોતમાં સોનું પાંચ વર્ષની થઈ ગઈ. દાદીમાં કહે, ચાલો સોનુને હવે શાળામાં નામ નોંધાવી ભણવા મોકલો. ત્યાં તો ભાઈઓ કહે, ના હજુ તો સોનુ બહુ નાની છે. તેના રમાવાના દિવસો છે અને દાદીની વાત કોઈએ ધ્યાનમાં ન લીધી. દિવસો પસાર થવા લાગ્યા. સોનુ તો મોટી થવા લાગી. એવામાં શહેરમાંથી સોનુના ફઈની દીકરી મીના રજાઓમાં આવી. સોનુ તો મીનાની પાક્કી બહેનપણી બની ગઈ. મીના તો છાપાં વાંચે, પુસ્તકો વાંચે, દરેક કામમાં, દરેક બાબતમાં તૈયાર. આ જોઈ સોનુના પરિવારને શિક્ષણનું મહત્ત્વ સમજાયું. દાદીમાં કહે, હવે તમારી આંખો ઉઘડી. ભણ્યા વગર અમે કેટલાં હેરાન થયા. અભણ અને અંધ એક સમાન. તો હવે બધાંયને સમજાયું. સૌએ રાજી-રાજી સોનુનું નામ શાળામાં લખાવ્યું. સોનુ તો જલદી જલદી તૈયાર થઈ ગઈ. હવે ભાઈ તો બહેનને લેસન કરાવે અને સોનુનો અભ્યાસ સારો થવા લાગ્યો. ભાઈ હવે ગાય છે, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકડી, ભઈલો ભણાવે બેનડી…

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

જુલાઈ , 2024

શનિવાર

27

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects