ભારતની શાન

January 25 2020

26 જાન્યુઆરી આડે એક દિવસ બાકી હતો. શાળામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. ક્લાસમાં ટીચરે સૌને જુદાં-જુદાં કામ સોંપ્યાં હતાં. ક્રિશને પણ ટીચરે સારા નાગરિકે કરવામાં આવતા પાંચ કામની યાદી બનાવવાનું અને ચિત્ર બનાવીને સ્કૂલની ગેલેરીમાં લગાવી દેવાનું કામ સોંપ્યું હતું. ટીચરે ક્રિશને એમ પણ કહ્યું કે તે આના માટે ક્લાસના કેટલાક વિધાર્થીઓની મદદ લઈ શકે છે, પણ ક્રિશનો સ્વભાવ તીખો હતો. તે બહુ જલદી કોઈના પર પણ ગુસ્સે થઈ જતો એટલે કોઈએ તેની વાત સાંભળી નહીં. ક્લાસના બાકીના વિધાર્થીઓ પણ જુદા-જુદા પ્રોજેક્ટ્રસમાં વ્યસ્ત હતા. કોઈએ ક્રિશની વાત બિલકુલ માની નહીં. ક્રિશ એકલો પડી ગયો.તેણે ટીચરે સોંપેલું કામ શરૂ કર્યું. પોતાનાથી થાય એટલું તે કરી શક્યો. એ દિવસે તે ઉદાસ મને ઘરે આવ્યો. ચૂપચાપ જમીને સૂઈ ગયો.તેણે ઊંઘમાં સપનું જોયું કે તેના ક્લાસના મિત્રો સુંદર પેઈન્ટિંગ્સ બનાવીને સારા નાગરિકના સારાં કામની યાદીવાળાં પેઈન્ટિંગ્સ તેને આપી રહ્યાં છે. બધાં બહુ ખુશ છે. ક્રિશ એ બધાં સાથે સારી રીતે વાત કરી રહ્યો છે. એની વાતો સાંભળીને સૌ હસી રહ્યાં છે. ત્યારે અચનાક ક્રિશની આંખ ખૂલી ગઈ. તેને યાદ આવ્યું કે સપનામાં તે બધાં સાથે શાંતિથી વાત કરી રહ્યો હતો. સામાન્ય રીતે તે મમ્મી-પપ્પા સાથે અને દોસ્તો સાથે પણ ચિડાઈને જ વાત કરતો હતો, પણ સપનામાં તે બધાં સાથે મીઠું બોલી રહ્યો હતો. ક્રિશ વિચારવા લાગ્યો.બીજા દિવસે સવારે સ્કૂલે જઈને તેણે ક્લાસના એ બધા વિધાર્થીઓની માફી માગી, જેમની સાથે તેણે ઝઘડો કર્યો હતો. અરે, તેના મિત્રો એટલા સારા હતા કે તેઓ અગાઉથી જ 26 જાન્યુઆરીને લગતાં ચિત્રો દોરીને લાવ્યાં હતાં. સ્કૂલની ગેલેરીમાં ઉપરાંત મેઈન ગેટ પર પણ બધાં ચિત્રો અને સારા નાગરિક સાથે જોડાયેલી વાતો ક્રિશને જોવા મળી. ટીચરે ક્રિશના અને ક્લાસના બીજા વિધાર્થીઓના ખૂબ જ વખાણ કર્યાં. ક્રિશને સારું વર્તન કરવાની વાત સમજાઈ ગઈ હતી. તે બદલાઈ ગયો ગતો. એ પછી સૌએ હોંશભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

Loading…


જેઠ , સુદ

મે , 2020

6

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત : 2076

Powered by eSeva

GL Projects