શ્રવણ

January 23 2020

ઈક્ષ્વાકુ વંશના મહારાજા અજ અયોધ્યાના રાજા હતા. તેમના પુત્રનું નામ હતું દશરથ, જેઓ પછીથી અયોધ્યા ચક્રવર્તી રાજા બન્યા અને આ જ દશરથ ભગવાન શ્રીરામના પિતા બન્યા. દશરથ રાજા યુવરાજ હતા. ત્યારે સરયૂ નદીના કિનારે જંગલમાં શિકાર કરવા જતા હતા. તેઓ શબ્દભેદી (અવાજ પર બાણ ચલાવવું) બાણ ચલાવવાનું પણ જાણતા હતા. એક દિવસ.. આજે નદિના કિનારે વાઘ કે કોઈ પ્રાણી પાણી પીવા આવશે તો શબ્દભેદી બાણ ચલાવીને તેને મારી કાઢીશ. આ તરફ, શ્રવણ પોતાનાં માતા-પિતાને કાવડમાં બેસાડીને જઈ રહ્યા હતા. તેઓ બોલ્યા-બેટા, બહુ જ તરસ લાગી છે…ક્યાંકથી પાણીની વ્યવસ્થા કર. જી પિતાજી શ્રવણ માતા-પિતાને એક ઝાડની છાયામાં બેસાડીને નદીમાંથી ઘડામાં પાણી લેવા માટે જાય છે. ત્યાં તો ઘડો ભરવાનો અવાજ થયો. લાગે છે આ અવાજ કોઈક પ્રાણીનો છે, જે નદી કિનારે પાણી પીવા આવ્યું યુવરાજ દશરથે શભ્દભેદી બાણ ચલાવ્યું. બીજી જ ક્ષ વણે નદીકિનારા તરફથી કોઈક મનુષ્યનો અવાજ આવ્યો. આ….હ. યુવરાજ દશરથ દોડીને ત્યાં ગયા. અરે ! આ મારાથી શું થઈ ગયું ? યુવરાજ દશરથને પોતાની ભૂલ પર પસ્તાવો થયો, પણ કર્યું. યુવરાજ દશરથે શ્રવણને કહ્યું-આ…હ…આ..હ.. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. મને ક્ષમા કરો. મને કેમ માર્યો ? મારો શું વાંક હતો ?…યુવક તું કોણ છે ? હું અયોધ્યાનો યુવરાજ દશરથ છું. મને લાગ્યું કે નદી પાસે કોઈક જંગલી પ્રાણી છે અને મેં શબ્દભેદી બાણ ચલાવી દીધું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. …ત્યાં ઝાડ પાસે મારાં અંધ માતા-પિતા તરસ્યાં બેઠાં છે. હું તેમનાં માટે પાણી લેવા આવ્યો હતો. હવે એ લોકો જ તમને ક્ષમા કરી શકે છે. મારી તમને વિનંતી છે કે તેમને પાણી પીવડાવી દો.

More from Rahul Viramgamiya

More Stories

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects