સંવેદના

July 14 2015

ઘણા વર્ષો પહેલા ની વાત છે. રાજકોટ સ્થિત વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ અંધ બાળાઓને ભણતર સાથે રોજગાર મળી રહે એ માટે વર્ષો થી કાર્યરત છે. એક વાર આ સંસ્થા માં અંધ બાળાઓ ની સંગીત ની લેખિત પરીક્ષા હતી, જ્યાં મારે રાઈટર તરીકે જવાનું થયું. રાઈટર તરીકે આ મારો પહેલો અનુભવ. અને અંધ વિદ્યાર્થીની હોવાથી મારી જવાબદારી કઈક વધુ છે એમ મેં માન્યું. એ વિદ્યાર્થીની ને આપણે સંગીતા તરીકે ઓળખીશું.

સંગીતા ને પ્રશ્નપત્ર ના પ્રશ્નો હું વાંચી સંભળાવતી હતી અને તેઓ મને જવાબ લખાવતા જતા હતા. પરીક્ષા સરસ રીતે પૂરી થવા આવી હતી.

અચાનક સંગીતા એ મને પૂછ્યું, ‘દીદી મારા કાગળ ઉડી નહિ જાય ને?’

એનો ચિંતાતુર સ્વર સાંભળી મેં સહજ કહ્યું, ‘હું સ્ટેપલર લગાવી દઈશ એટલે કાગળ નહિ ઉડે. તમે ચિંતા ન કરો.’

‘સ્ટેપલર એટલે શું દીદી?’ સંગીતા નો તરત નો પ્રશ્ન…

થોડી ક્ષણ હું કઈ બોલી જ ન શકી. મને આંચકો લાગ્યો કે આંખ વગર ની દુનિયા કેવી અંધકારમય હોય છે! મારી સંવેદના હચમચી ગઈ.

‘દીદી, સ્ટેપલર એટલે શું?’ ફરી સંગીતા એ પૂછ્યું.

મેં સંગીતા ના હાથ માં સ્ટેપલર આપી તેને સ્પર્શ થી અનુભવ કરવા કહ્યું. કુદરતે એમને આંખ ન આપી પણ એમની સ્પર્શ ની, અને સ્પર્શ થી સંવેદના અનુભવવાની, વ્યક્તિ ને ઓળખવાની ગજબની શક્તિ આપી હોય છે. એક વખત મળ્યા પછી, સ્પર્શ થી વ્યક્તિ ને ઓળખ્યા પછી તેઓ એ વ્યક્તિ ને ભૂલતા નથી.

ખેર, પરીક્ષા તો પૂરી થઇ ગઈ હતી, પણ મને રાહ હતી પરિણામ ની. પરિણામ આવતા સંગીતા પાસ થઇ ગઈ હતી. સંગીત ની દિવ્યતા માં ખોવાઈ જવા કુદરતે આપેલ ક્ષમતા ને હું મનોમન વંદી રહી.

ડો. ચારુતા ગણાત્રા ઠકરાર

 

More from Dr. Charuta Ganatra Thakrar

More Stories

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

સપ્ટેમ્બર , 2023

શનિવાર

30

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects