કાગડાભાઈ કાલ નાન પરમકાલ ના અને આજના

October 27 2017
Written By GujaratilexiconS patel

મિત્રો આપણે સૌએ તરસ્યા કાગડા ની વાત તો સાંભળી જ છે , આજે  નવા જમાના ના  કાગડા ની વાત કરવી છે …….એ પણ એક પેઢીનાં નહિ બે બેનાં ; કેમ ?

 આપણા સમય માં  તો એક પેઢી માં બધા ય   ભાન્ડુરડાઓ આવી જતા પણ હવે મોબાઈલ ની સાથે સાથે દર પાંચવર્ષે માનવજાત  ની પેઢી પણ બદલાય છે -UPGRADE  થાય છે ….

 

તો મિલતે હૈ મિલેનિયમ કાગડાભાઈ ને એટલે કે 2k ના શ્રીમાન  કાગને

 

તો વાત એમ હતી કે ઉનાળા ની બળબળતી બપોર હતી , ગરમી એ માઝા મૂકી હતી.. , ગામ , પાદર, વગડો સુનાસુના હતા , નદી નાળા સુકાઈ ગયા હતા ત્યારે છોકરા ના હાથમાં થી ઝુંટવેલી અને શિયાળથી બચાવેલી પૂરી ખાધા પછી એક કાગડાભાઈને તરસ લાગી… ,

 

 તે તો ઉપડ્યા પાણી ની શોધ માં , દૂર દૂર ઉડી ઉડી થાક્યા , પેલા હંસ એન્ડ કાગડા વાળી ૫૧ ઉડાન પણ ભરી પણ પાણી ની ભાળ ના મળી ;

 

 થયા about turn , અને મળ્યા ફળ એટલે કે fruit નહિ પણ પાણી , શ્રીમાન કાગ ને S .T સ્ટેન્ડ નજીક એક નહિ બે  તૂટેલા  માટલા     દેખાયા  ,એમાં નું પાણી પણ દેખાયું , શ્રીમાન કાગ તો આવ્યા નીચે ડુબાડી ચાંચ , પણ પાણી ઘણું ઊંડું .

 

“ચાલો બીજે TRY કરીએ “,

 ત્યાં પણ ના ફાવ્યા ,

“શું કરીએ “?

હા પપ્પા એ કીધેલી વાત યાદ કરી ,

 એવી વાત થી તો શિયાળથી પુરી બચાવી હતી ને ,

હા તો જુના જમાના માં દાદા એ શું કરેલું ?

“YES… આજુબાજુ થી કાંકરા વીણી કુંજ માં નાખેલા ….”

કરી COPY -PASTE  ;

માટલા ની આજુબાજુ ના કાંકરા લીધા અને નાખ્યા માટલા માં;

  પણ આ શું ? આ તો કઈ કાંકરા થોડા હતા ?

આ તો ધૂળ ના ઢેફા હતા , પાણી ઉપર તો ના આવ્યું , ઓછું થયું અને ગંદુ થયું નફા નું …. હવે .

.. ફિકર નોટ  , બીજું માટલું તો હજુ હતું જ ;,

 

હવે શ્રીમાન કાગએ પોતા ની બુદ્ધિ દોડાવી , બુદ્ધિ સાથે સાથે નજર પણ દોડાવી ….

બસ સ્ટેન્ડ પાસે જ એક ગલ્લો હતો , તે બંધ હતો પણ ત્યાં આપણા શ્રીમાન કાગને  સોડા બોટલ ની ભૂંગળી ( આપણી STRAW દોસ્તો)  દેખાઈ ,

 

અને પછી શું આ તો ૨૧મી સદીના કાગડાભાઈ , લીધી STRAW એક છેડો માટલા માં અને બીજો ચાંચ માં …એ ય ને મસ્તી થી  ગુંટક ગુંટક પાણી પીધું ને ગયા ઉડી ….

 

ક્યાં તો ?બીજી વાર્તા સાંભળવા ..

કેવી રીતે તો? કાનમાં WALKMAN ભરાવી ને ….

 

હાઆ આ  ભાઈ આ તો શ્રીમાન કાગ એ પણ ૨૧મી સદી ના …

તો પછી  મોબાઈલયુગ ના મિસ્ટર કાગસ કેવા હશે ?

મળીશું NEXT TIME

 

 

 

મળીશું ને ?

 

More from S patel

More Stories

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

,

એપ્રિલ , 2024

ગુરૂવાર

25

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects