ગુજરાતી બાળવાર્તા – લાલચી ચકલી
July 30 2015
Written By
Gurjar Upendra
ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી.
ચોખા, મગ ,તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મન ભરી દાણા ચણતી. એક દિવસ તેને વિચાર્યુ કે મને એવું કાંઈક કરવું જોઈએ કે અન્ય પક્ષી આ રાસ્તા પર ના આવે નહિતર,મને દાણા ઓછું મળશે .
તે બીજી ચકલીઓને કહેવા લાગી રાજમાર્ગે ના જશો ત્યાં મોટુ સંકટ છે. ત્યાં થી જંગલી હાથી-ઘોડા અને દોડતા બળદોની ગાડી નીકળે છે. ત્યાંથી તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકાતુ નથી.
તેની વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને તેનુ નામ અનુશાસિકા મુકી દીધું.
એક દિવસ તે રાજપથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડીનો હોર્ન સાંભળી પાછળ વળીને જોયું, અરે હજુ તો આ બહુ જ દૂર છે થોડુંક ચણી લઉં, વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઇ કે તેને ખબર ના પડી કે ગાડી કયારે તેની નજીક આવી ગઇ. તે ઉડી પણ ના શકી અને પૈંડા નીચે કચડી મૃત્યુ પામી.
થોડા સમય પછી ખળભળ મચી ગઈ કે અનુશાસિકા ક્યાં ગઇ. શોધતા-શોધતા છેવટે તે મળી ગઇ.
બધા પક્ષી કહેવા લાગ્યા – અરે આ શુ આ તો એ રાજમાર્ગે મરેલી પડી છે જ્યા અમને આવવાથી રોકતી હતી અને પોતે ચણવા આવી ગઇ.
શિખામણ – જે ઉપદેશક પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો જ થાય છે.
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.