પરસેવાની કમાણી એ જ સાચી કમાણી
August 11 2015
Written By
Gurjar Upendra
ગુરુનાનક ધર્મ યાત્રા પર નીકળ્યા હતા. ગામની ધર્મશાળામાં મુકામ નાખ્યો. ભાવિક ભક્તોનું ટોળું તેની આજુબાજુ ફરી વળ્યું. જમવાનો વખત થયો. એટલે એક ગરીબ લુહાર પોતાના ઘરેથી મકાઈના બે રોટલા લઇ આવ્યો.
બીજી બાજુ ગામનો જમીનદાર પણ પોતાના માણસો પાસે પોતાની એ વિવિધ વાનગીઓનો થાળ ઉપડાવીને આવી પહોંચ્યો.
હવે ગુરુનાનક આગળ બે જાતના ભોજન પડ્યા હતા. એક બાજુ પેલા ગરીબ લુહારના મકાઈના બે જાડા રોટલા ને બીજી બાજુ પેલા શ્રીમંત જમીનદારના ઘરનું જાતજાતનું ભોજન. પરંતુ ગુરુ તો પ્રેમથી લુહારના જાડા જાડા રોટલા જમી ગયા. પેલા શ્રીમંત જમીનદારના ભર્યા ભાણા સામે જોયું પણ નહિ. પેલા જમીનદારનું મોં તો એવું પડી ગયું કે ના પૂછો વાત.
તે બોલ્યો, ‘ ગુરુદેવ આમ કેમ ! સેવક પર આટલી બધી અવગણના.’ જવાબમાં ગુરૂનાનકે પોતે ખાતા વધેલો ગરીબ લુહારનો રોટલાનો ટુકડો હાથમાં લીધો. તેને જોરથી દબાવતા તેમાંથી દૂધની શેર ફૂટી ! પછી પેલા જમીનદારના થાળમાંથી એક મીઠાઈનો ટુકડો લઈને તેન દબાવ્યો તો તેમાંથી લોહીના ટીપા ટપક્યા ! જોનારા બધા સ્તબ્ધ થઇ ગયા.
ગુરૂનાનકે જમીનદારને ઉદ્દેશીને કહ્યું: ‘ શેઠિયા, લુહારના રોટલા તેના પરસેવાની પેદાશ છે. એટલે એમાંથી સ્વાદિષ્ટ દૂધ ટપક્યું. જયારે તમે ગરીબ મજુરોના લોહી ચૂસી ધન ભેગું કર્યું છે એટલે એમાંથી લોહી ટપક્યું. ખરેખર, ‘પરસેવાની કમાણી એ જ સાચી કમાણી છે.’
More from Gurjar Upendra



More Stories



Interactive Games

Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.